પછી એ પાપી જીવને પ્રહાર કરતાં ચાલીયા, ૨/૨

પદ-૨/૨

પદ-૪૯૨

પછી એ પાપી જીવને પ્રહાર કરતાં ચાલીયા,

બીજા બરાડા પડતા જીવોને નજરે ભાળીયા.૧

કેટલાક જીવો કુંડમાં દુઃખ ભોગવતા દીઠા ઘણા,

કેટલાક જીવને મારતાં નથી રાખતા જરીય મણા.૨

પાપ કરતાં પાપીયે નથી કીધો વિચાર લગાર,

તેમજ એને મારતાં શીદ કરે દૂત વિચાર.૩

આજ આ મારગે જતાં પુણ્યવાનને સુખ થાયછે,

પાપી જીવ આ પંથમાં અતિ દુઃખ ભોગવતો જાય છે.૪

વરસ વિત્યું એક વાટમાં ત્યારે આવ્યો પુરની પાસ,

વરણન કરૂ એહ પુરનું એમ કે'છે નારાયણદાસ.૫

મૂળ પદ

દુઃખ સહી દુર્ભાગીયે પછી ઉલંધ્યાં સોળ શેહેર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી