શત જોજન છે લાંબી પહોળી શોભા અપરમપાર;૧/૪

પદ-૧/૪

પદ-૪૯૩

(રાગ :ભારતના પરમાણે-વૈશમપાયન એણેપેરે બોલ્યા)

શત જોજન છે લાંબી પહોળી શોભા અપરમપાર;

કનકતણો કિલ્લો રૂપાળો દરવાજા છે ચાર.૧

એક દ્વાર સોનાનો શોભે બીજો છે રૂપાનો;

ત્રીજો તાંબાનો દરવાજો ચોથો છે લોઢાનો.૨

જેણે જેવાં કર્મ કરેલાં તેને તેવે દ્વાર;

ગતિ કરાવે જમના દુતો યમનગરી મોજાર.૩

ઉત્તર દ્વારે પુનિતપ્રાણી ગતિ કરે છે સુખે;

પાપીને લોઢાના દરવાજે ગતિ કરાવે દુઃખે.૪

મૂળ પદ

શત જોજન છે લાંબી પહોળી શોભા અપરમપાર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી