પુણ્યશાળી પ્રવેશ કરે છે યમનગર મોજાર;૨/૪

પદ-૨/૪

પદ-૪૯૪

પુણ્યશાળી પ્રવેશ કરે છે યમનગર મોજાર;

રાજ માર્ગને શેરી સુંદર શોભાનો નહીં પાર.૧

મેડી મહોલ હવેલી ચૌટા ચોક હાટ બજાર;

ધ્વજા ને પતાકા ઘેર ઘેર પુષ્પ ઝાડ અપાર.૨

મીઠી વાણે પક્ષી બોલે સુણતાં ઉપજે પ્યાર;

રૂડી રીતે ગતિ કરે છે પુણ્યવંત નરનાર.૩

મણી મહોલ રાજાના રૂડા દીશે છે રૂપાળા;

વિષ્ણુ સરખા ધર્મરાયને દેખે સુકૃત વાળા.૪

મૂળ પદ

શત જોજન છે લાંબી પહોળી શોભા અપરમપાર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી