ધર્મરાયને પાપી દેખે અતિ ઘણા વિક્રાળ;૪/૪

પદ-૪/૪

પદ-૪૯૬

ધર્મરાયને પાપી દેખે અતિ ઘણા વિક્રાળ;

રક્ત ચક્ષુ રોષ ભરેલાં મોટી ડાઢયો ભાળે.૧

લોહ દંડ છે કરમાં મોટો કોપ કરીને બોલે;

છાતી થડકે કાળજ ફડકે, પાપી અંતર ડોલે.૨

જમના કિંકર કહે રાયને આ એક પ્રાણી લાવ્યા;

કેવો તેને હુકમ કરો છો તે પૂછવાને આવ્યા.૩

ચિત્રગુપ્તને રાય કહે છે કહાઢો આનું ખાતું;

પુણ્ય પાપને જુઓ તપાસી તે સાંભળીએ વાતુ.૪

મૂળ પદ

શત જોજન છે લાંબી પહોળી શોભા અપરમપાર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી