જેણે ઉદરમાં કરી સહાય, તેનો ગુણ જાણ્યો નહિ કાંય;૨/૨

પદ-૨/૨
પદ-૪૯૮
 
જેણે ઉદરમાં કરી સહાય, તેનો ગુણ જાણ્યો નહિ કાંય;
અતિ દુર્લભ મનુષ્ય દેહ તને દીઘો દયા કરી તેહ.
ભરતખંડ પવિત્ર અપાર, જેમાં પ્રભુ ધારે અવતાર;
તિયાં આવ્યો તું જન્મ ધારીને, પણ ભજ્યા નહિ જ હરિને.
જેણે અન્ન, ધન, વસ્ત્ર દીધું, તેનું નામ ઘડી નવ લીધું;
યમરાય કહે કરી રિસ, ગુન્હા કેમ કરૂં બક્ષીસ.
પછી બોલ્યા કરીને વિચાર, કિંકરો એને કહાડો બહાર;
એને મારો અનેક પ્રકાર, દીયો દંડ પ્રચંડ અપાર. ૪ 

મૂળ પદ

ચિત્રગુપ્ત કહે સુણો રાય, એનાં પાપ કહ્યાં નવ જાય;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી