ધર્મરાજા રે કહે જુઓ એનાં કર્મો જુઓ એનાં કર્મો; ૧/૧

પદ-૧/૧

પદ-૪૯૯

ધર્મરાજા રે કહે જુઓ એનાં કર્મો જુઓ એનાં કર્મો;

શાં શાં કર્યાં પુન્ય પાપોજી

પાપ કીધાં તેનાં ટાણા બતાવી ટાણા બતાવી;

તેજ પ્રમાણે દંડ આપોજી.૧

જે જે આંખડલીયે પ્રભુ નવ નિરખ્યા પ્રભુ નવ નિરખ્યા;

તે તે આંખોને ખેંચી કહાડો રેજી

જે જે જીહ્વાયે જરા પ્રભુ નવ જપિયા પ્રભુ નવ જપિયા;

તે તે જીહ્વાને ઘસી વાઢોરેજી.૨

જે જે શ્રવણે હરિ કથા નવ સુણી કથા નવ સુણી;

તે તે શ્રવણમાં શિશુ રેડો રેજી

જે જે મુખે હરિગુણ નવ ગાયા, ગુણ નવ ગાયા;

તે તે મુખને તાળાં ભીડોરેજી.૩

એવું સુણીને પ્રાણી થર થર ધ્રુજે થર થર ધ્રુજે;

હવે તો શી ગતિ થાશે રેજી

નારણદાસનો નાથ ભજ્યા વિના નાથ ભજ્યા વિના;

આ દુઃખ તે કેમ જાશેરેજી.૪

મૂળ પદ

ધર્મરાજા રે કહે જુઓ એનાં કર્મો જુઓ એનાં કર્મો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી