એવાં દુઃખ દિયેછે અપાર, લખતાં નવ આવેજ પાર;૧/૨

પદ-૧/૨(ચોપાઇ)                            પદ-૫૦૨

એવાં દુઃખ દિયેછે અપાર, લખતાં નવ આવેજ પાર;
આતો કિંચિત કીધો ઉચાર, યમદંડમાં છે વિસ્તાર.
હજી શું શું થયુંને શું થાશે નર્ક કુંડમાં જીવડો જાશે;
ત્યાં તો તપાસી ત્હારાં પાપ, બહુ મારશે માર અમાપ.
પલ પલના લેખાં લેશે, કોણ આવીને ઉત્તર દેશે;
સ્થૂલ સુક્ષમ જે કર્યા કર્મ, વળી ધાર્યો વિચાર્યો અધર્મ.
તે તો તારા ખાતામાં લખ્યાં છે, ભોગવ્યાથી અધિક રહ્યાં છે;
એમ કહીને રાજા પાસે જાય, તમે સાંભળજો ધર્મ રાય. 

મૂળ પદ

એવાં દુઃખ દિયેછે અપાર, લખતાં નવ આવેજ પાર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી