આને મારી થયા જ શ્રમિત, પણ પાપ વધ્યાં અગણિત;૨/૨

પદ-૨/૨

પદ-૫૦૩
આને મારી થયા જ શ્રમિત, પણ પાપ વધ્યાં અગણિત;
ભોગવ્યાથી ન આવીયો પાર, માટે કહો તે કરીયે વિચાર.  
ધર્મરાય બોલ્યા કરી રીંસ, નર્ક કુંડ કર્યા અક્રાવીશ;
તેમાં એ જીવને જઇ નાખો, ત્યાં તો દુઃખ ભોગવશે લાખ્ખો.       ૨
પછી ચાલીયા પાપીને લઇ, નર્ક કુંડમાં નાખવા સહી;
પાપી ચાલીયો પામીને ત્રાસ, દીલગીરીમાં થઇને ઉદાસ.    
આટલેથી હું રાખું બંધ, આનો વિસ્તાર પંચમ સ્કંધ,
એમ દાસ નારાયણ ગાય, હરિ ભજો સદા સુખ થાય.  
                (રાગ :ગિતી)
પંથમાં પીડા પામી, યમપુરીમાં આવ્યો અઘધારી.
હવે જશે નરકોમાં, પછી ભોગવશે ચોરાશી ભારી.                  
                (રાગ :પૂર્વછાયો)
કુંડ અક્રાવીશ નરકના, તેની કથા ભાગવત માંય.
પંચમ સ્કંધ પુરાણનો, તેમાં છવીસમો અધ્યાય.                      ૨
 

 

મૂળ પદ

એવાં દુઃખ દિયેછે અપાર, લખતાં નવ આવેજ પાર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી