વહાલા તારા ચરણકમળની દાસી, અરજી સાંભળજો અવિનાશી. ૧/૧

પદ-૧/૧

પદ-૫૦૪

વહાલા તારા ચરણકમળની દાસી, અરજી સાંભળજો અવિનાશી.

નટવર નાથ ભરોસો તારો, હરિવર હાથ પકડજો મારો.

વહાલા તારા ચરણની સેવા દેજો, રસિયા હૃદય કમળમાં રે'જો.

વ્હાલા તારા વચન પ્રમાણે ચાલુ, નથી માંરે તમવિના બીજું કાંઇ વ્હાલું.

નગણી નારી નાથ તમારી, દોષ ના જોશો દેવ મોરારી.

રાંક હું વાંક હમારા ઝાઝા, વ્હાલા તમે અખિલ બ્રહ્માંડના રાજા.

દોહ્યલી વેળામાં દર્શન દેજો, અંતકાળે આવીને ઉભા રે'જો.

કઠણ વેળામાં કારજ સારો, ઠાકોર હું છું ચાકર તારો.

ભકતવત્સલ તમે ભુદર કહાવો, દાસ નારણને પાસ બોલાવો.

મૂળ પદ

વહાલા તારા ચરણકમળની દાસી, અરજી સાંભળજો અવિનાશી.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી