સ્વામિનારાયણ નામ તમારું રામાનંદે ધાર્યું છે;૧/૨

પદ-૧/૨

પદ-૫૦૫

સ્વામિનારાયણ નામ તમારું રામાનંદે ધાર્યું છે;

તે લખી લીધું મુક્તાનંદે સત્સંગમાંહી પસાર્યું છે.ટેક.

સ્વામિનારાયણ નામ તેને જપે આઠું જામ;

એવા સત્સંગી તમામ તે તો જાશે અક્ષરધામ.સ્વામિ.૧

જેષ્ઠ બંધુ રામપ્રતાપ અનુજ ઇચ્છારામ આપ;

વચેટનો છે પ્રતાપ ને સરવેમાં છે છાપ.સ્વામિ.૨

તેણે બાંધી ધર્મ પાજ પાળે સત્સંગી સમાજ;

એવા સત્સંગીની લાજ રાખી પુરુષોત્તમે આજ.સ્વામિ.૩

મારે છે તમારી આશ માગું છું તમારી પાસ;

મારે તમારો વિશ્વાસ ગાય નારાયણદાસ.સ્વામિ.૪

મૂળ પદ

સ્વામિનારાયણ નામ તમારું રામાનંદે ધાર્યું છે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી