સ્વામિનારાયણ સ્વામિનારાયણ સદા મારે ભજવા છે;૨/૨

પદ-૨/૨

પદ-૫૦૬

સ્વામિનારાયણ સ્વામિનારાયણ સદા મારે ભજવા છે;

સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજે નહિ તેને તજવા છે.

મુનિ મારકંડ નામ આવ્યા તે છપૈયા ગામ;

ધર્મદેવ કેરે ધામ તહાં રહ્યા આઠે જામ.સ્વામિ.૧

ધર્મ ભક્તિ સુત નામ પોતે ધર્યું ઘનશ્યામ;

વળી હરિકૃષ્ણ નામ નીલકંઠ અભિરામ.સ્વામિ.૨

ધાર્યો વર્ણી વેશ ફર્યા કાઠિયાવાડ દેશ;

કર્યો ધર્મ ઉપદેશ કર્યા સત્સંગી અશેષ.સ્વામિ.૩

બોલ્યા નારાયણદાસ મને આપનો વિશ્વાસ;

હું તો જેવો તેવો દાસ તોહે આપો અક્ષરવાસ.સ્વામિ.૪

મૂળ પદ

સ્વામિનારાયણ નામ તમારું રામાનંદે ધાર્યું છે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી