ગતિ કેવી થશે તેની ખબર કરો, કાયા પડી જશે તેથી ભજન કરો.૧/૨

પદ-૧/૨(રાગ :ખીસ્સા ખાલી થયા)
પદ-૫૦૭
 
ગતિ કેવી થશે તેની ખબર કરો, કાયા પડી જશે તેથી ભજન કરો.
 
સાખી.
ભક્તિ વિના ભવમાં કરોડો કામ એળે જાય છે;
ભક્તિ કરજો દિનરાત તો સહાય શ્રીજી થાય છે.
 
એક પ્રભુ વિના બીજો કોઇ નથી.ગતી.
ભક્તિ પદાર્થ એજ મોટું ભવાબ્ધિમાં નાવછે;
સ્વપ્ના સરિખો આતો બીજો દુનિયા વિષે દેખાવ છે.
માટે પ્રભુજીમાં કરો એક મતિ.ગતી.
કાયા તથા જે કામની તે વિષયનો વિકાર છે;
તે નિરખીને જે મોહ પામ્યા તેહને ધિક્કાર છે.
ગણો એક પ્રભુજીને સાચા પતી.ગતી.
જેવી મતિ છે જીવતાં મરવા પછી તેવી ગતી થશે;
નારણદાસ નિરમાની થૈને પ્રભુજી પાસે જશે.
આગે ભકતોએ એવી કરી હતી ભક્તિ.ગતી. ૪ 

 

મૂળ પદ

ગતિ કેવી થશે તેની ખબર કરો, કાયા પડી જશે તેથી ભજન કરો.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી