શાન્તિ થાય સદા દુઃખ ના આવે કદી ભગવાન ભજો.૨/૨

પદ-૨/૨

પદ –૫૦૮

શાન્તિ થાય સદા દુઃખ ના આવે કદી ભગવાન ભજો.

સાખી.કાયા તણા કોટી ઘણા મનસુબા મનમાં થાય છે;

કાયા અને જરને જુવાની એક પલમાં જાય છે.

માટે કાયા માયાનો વિશ્વાસ તજો.શાન્તિ.૧

કુસંગ જે કરનાર છે તે જાશે જમના ગામમાં;

સત્સંગના કરનાર તેતો જાય અક્ષરધામમાં.

માટે શ્રદ્ધાપૂર્વક શ્રીહરિને ભજો.શાન્તિ.૨

મારું જ મારું શું કરો તારું નથી તલ જેટલું;

મારૂં કહે તે મૂરખને પાપ જ વળગે તેટલું.

માટે સ્વામિનારાયણના ભકત થજો.શાન્તી.૩

જે ભકત થઇ ગયા ભગવાનના ભકતો તણા ગુણ ગાયછે;

આ લોક ને પરલોકમાં તે સદા સુખી થાય છે.

સ્વામિનારાયણ સુખે ભજો.શાન્તી.૪

મૂળ પદ

ગતિ કેવી થશે તેની ખબર કરો, કાયા પડી જશે તેથી ભજન કરો.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી