સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ્ઞાની સર્વે ગાય છેરે; ૧/૧

પદ-૧/૧

પદ-૫૧૦

સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ્ઞાની સર્વે ગાય છેરે;

સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાયા તે અક્ષરમાં જાયછેરે.૧

અક્ષરધામના સ્વામી છે રાજા રાજાના રાજા કહેવાયછેરે;

હાલતાં ચાલતાં સ્વામી કહે તે ભક્તિએ પરિપુરા થાયછેરે.૨

સ્વામિનારાયણના આશ્રિત થાયછે તે આખા વિશ્વમાં વખણાય છેરે;

જોબન વડતાલાને ઘોડે ઘોડે સ્વામિનારાયણ દેખાયછે રે.૩

પૂર્વનાં પુન્ય હોય તેને સ્વામિનારાયણ મનાય છેરે;

નારણદાસ સ્વામિનારાયણ પ્રભુજી પાકા જણાયછેરે.૪

મૂળ પદ

સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ્ઞાની સર્વે ગાય છેરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી