તમારા વિના મને કાંઇ નવ દેશો તમારે વિષે મારો જીવ લઇ લેશો ૨/૩

તમારા વિના મને કાંઇ નવ દેશો,
તમારે વિષે મારો જીવ લઇ લેશો...૧તમ વિનાબીજુ કાંઇ કદિએ ન દેખુ,
એક મારા આધાર તમને જ લેખુ...૨
તમ વિના કોઇ સુખ કદિએ ન ઇચ્છું,
એક માત્ર આનંદ તમારો જ પ્રીચ્છુ...૩
બીજો કોઇ આધાર ના રહેજો જરી,
તમે મારે આધાર રહો એક હરિ...૪
જ્ઞાનજીવન માગે વ્હાલા મૂરતિ તમારી,
તમ વિના કોઇ વસ્તુ નવ રાખુ પ્યારી...૫

મૂળ પદ

હું માં રહેજો વ્હાલા હરિ સદા કૃપા કરી

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી