ભૂલું નહીં હરિ તમને, એવું મારે કરવું આપ સાથે રહેવું મારે, હળી મળી ફરવું ૩/૩

ભૂલું નહીં હરિ તમને, એવું મારે કરવું,
આપ સાથે રહેવું મારે, હળી મળી ફરવું...૧
જીવન તમ વિના જીવું, તો તો જીવન કયાંથી,
તમેં તો છો જીવન મારા, જયાંથી મળ્યા ત્યાંથી...૨
રહેવું પ્રેમે એકમેક, બીજું નથી કરવું,
સર્વે કર્તા શ્રીજી તારુ, રૂપ હૈયે ધરવું...૩
મારા આવા વિચારોમાં, સદા રહેજો તમે,
એક તમ વિના વ્હાલા, બીજું નવ ગમે...૪
જ્ઞાનજીવન માંગે પ્રેમે, મૂરતિ તમારી,
બધુ વિસારીને રાખું, તમને સંભારી...૫

મૂળ પદ

હું માં રહેજો વ્હાલા હરિ સદા કૃપા કરી

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી