અવતારી થયા ભક્તિ ધરમના પુત્ર તમે પ્યારા ૧/૧

 ૨૮ ૧/૧ રાગ ઝીલ્યો – ત્રીતાળ.

અવતારી થયા ભક્તિ ધરમના પુત્ર તમે પ્યારા          ટેક.
પુર છપૈયે પ્રભુજી પ્રગટ્યા સુંદર શ્રી ઘનશામ,
થૈ બાલક જન પાલક, દુઃખ ટાલક અધ જાલક
અધમ ઉદ્ધારણ ધરમ ભુવનને પદ રજ કરનારા.         અવ. ૧
બાળ સ્વરૂપે બની બિહારી ભક્તિ ધરમને નાથ,
ઘર ભમિયા મન ગમીયા, રસ જમીયા બહુ રમીયા
અંક વિષે રહી માત પિતા ને જન મન હરનારા.          અવ. ૨
બાળ લીલા જોઇ બહુ પ્રકારે પુર વાસી જનનાં જ
મન અટકે કર લટકે ક્યાંઇ ન ટકે વણ મટકે
ધરમ નિવાસે દરશન કરવા આવે નર દારા.               અવ. ૩
નેપુર પેરી ભક્તિ ધર્મને, આંગણ કરણ વિહાર
પદ ઠમકે ચિત્ત ચમકે, ખુબ ખમકે, ઘણી ઘમકે ઘુઘરીયું
ઘનશામ સુણી પ્રિય, લાગે ઘમકારા.                            અવ. ૪
પુર છપૈયે છેલછબીલા આંનદ બહુ ઉભરાય, પદ પરસે
ચિત્ત ઠરશે સુખ વરસે બહુ દરસે હરખ હરખ,
જગદીશાનંદ કહે નિરખી પ્રભુ મારા.                            અવ. ૫
 

મૂળ પદ

અવતારી થયા ભક્તિ ધરમના પુત્ર તમે પ્યારા

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી