આ વારે આનંદ, આપ્યો સહજાનંદ શ્રીજી સુખકંદ, ટાળ્યા મારા ફંદ ૩/૪

 આ વારે આનંદ, આપ્યો સહજાનંદ, 

શ્રીજી સુખકંદ, ટાળ્યા મારા ફંદ, 
હરિ જગવંદ, મળ્યા સહજાનંદ, 
હતિ મતિ મંદ, કરી જગવંદ..                        આ વારે૦ ૧
સુખ શ્રીજી તારુ, સદા થયું મારુ, 
હવે શું સંભારુ, હૈયે તુંને ધારુ, 
ટળી તારું મારુ, થયું છે અમારુ, 
માયા કેરુ લારુ, કાઢ્યું પરબારુ..                   આ વારે૦ ૨
કર્યે કાયા કલેશ, નવ ટળે કલેશ, 
મળે કૃપા લેશ, પામે સુખબેશ, 
મારો રાગ-દ્વેષ, ટાળ્યો પરમેશ, 
શોભાવ્યો વિશેષ, જ્ઞાન સાધુવેશ..                 આ વારે૦૩

મૂળ પદ

કરી કૃપા અતિ, વ્હાલા સંતપતિ

મળતા રાગ

પીયુડા ઓ પીયુડા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી