આ છબીએ મારી ઠારી રે આંખડીયું, ૧/૧

 ૪૮ ૧/૧ રાગ – કાફી

આ છબીએ મારી ઠારી રે આંખડીયું,
જોઇ શ્રી સહજાનંદજી રે મારી ચોટી મીટડીયું રે,
મેલું નહિ ત્રણે મીટથી રે ચોટે નેણાની ચડીયું રે.               આ. – ૧
મનોહર મૂર્તિ રે મારે આજ પાને પડીયું રે,
વિસારી તે કેમ વિસરે રે હવે જીવડલે જડીયું રે.                આ. – ૨
સુંદર દીસે સ્વરૂપમા રે જાઇ વાધી પ્રીતડીયું રે,
એ છબીઓ જોઇ અંતરે રે નેણું જ્ઞાનની ઉઘડીયું રે.           આ. – ૩
આવી ન દીઠી આ લોકમા રે. આંખ્યુ બધે આથડીયું રે,
જોઇ રૂડી જગદીશ કહે, છબી ત્રણે તેવડીયું રે.                  આ. – ૪
 

મૂળ પદ

આ છબીએ મારી ઠારી રે આંખડીયું,

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી