દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો, આપો મારી અંગૂઠડી ૧/૧

દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો, આપો મારી અંગૂઠડી-ટેક.
એમાં હીરો એક જડેલો, કિંમતવાળો કોડે;
	અંગૂઠડી કોઈ અન્ય ન આવે, જગમાં એની જોડે...દિયરજી૦ ૧
હવે હઠીલા હઠ કરશો તો, બહુ ખિજાશે બાપો;
	ઝક ઝાઝી ન કરો સમજીને, શ્યામ અંગૂઠી આપો...દિયરજી૦ ૨
વઢશે ભાઈ તમારા તમને, માટે ખોલો મૂઠી;
	શાણા સરલપણાથી આપો, એ મારી અંગૂઠી...દિયરજી૦ ૩
આ ઘડીએ અંગૂઠી લઈને, જો કદી નાસી જાશો;
	દેવી પડશે દેર અંગૂઠી, પછી બહુ પસ્તાશો...દિયરજી૦ ૪
આજ થકી ઘનશ્યામ તમે જો, આવો કરશો અન્યા;
	ચોરીનો ગુહ્નો શિર ઠરશે, નહિ આપે કોઈ કન્યા...દિયરજી૦ ૫
વણકન્યાએ વાલમ રહેશો, ભવ આખો બ્રહ્મચારી;
	ગૃહસ્થની ગણતીમાં તમને, ગણશે નહિ સંસારી...દિયરજી૦ ૬
લક્ષણવંતા લાલ થશો તો, કન્યા ક્યાંથી જડશે;
	ઘર મૂકી ઘનશ્યામ પછી તો, વનમાં ફરવું પડશે...દિયરજી૦ ૭
આપો શ્રીઘનશ્યામ અંગૂઠી, અવિનાશી અવિકારી;
	વદનકમળ પર પ્રીત કરી, જગદીશાનંદ બલિહારી...દિયરજી૦ ૮
 

મૂળ પદ

દીયરજી દુર ન ફરજો, વાલમજી વાર ન કરજો,

મળતા રાગ

ઝુલડીનો

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0