પુરુષોત્તમ પૂરણ પ્યારા રે, છેલ છબીલા છોગાળા, ૧/૪

૯૧ ૧/૪ રાસ-ગરબી

લટકાળા તારે લટકેરે એ રાગ છે

પુરુષોત્તમ પૂરણ પ્યારા રે, છેલ છબીલા છોગાળા,

અહોનિશ રહો અંતરમાંરે, જનમન રંજન રૂપાળા. ૧

નખ શીખ છટા અવલોકી રે, સ્નેહ વધે છે શામળીયા,

મૂર્તિમાં મનડું લાગ્યું રે, તેથી પાતક સૌ ટળીઆં. ર

મનમોહન મુખડું શોભે રે, શરદ સરોરૂહથી સારૂં,

ચાંદલીયો ભાલ તિલકમાંરે, એ પર સૌ શોભા વારૂ. ૩

મકરાકૃત કુંડળ કાનેરે, શોભે સુર્ય શશી જેવાં,

જગદીશ કહે હરિ કાનેરે, રવિ શશી કાંઇ આવ્યા કહેવા. ૪

મૂળ પદ

પુરુષોત્તમ પૂરણ પ્યારા રે, છેલ છબીલા છોગાળા,

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સુરેશ વાડકર

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મારા સમ કાન કાંકલડી માં માર
Studio
Audio
0
0