મળવું મળવું મળવું રે, મારે સર્વાપરિને મળવું ૧/૧

મળવું મળવું મળવું રે, મારે સર્વાપરિને મળવું,
હવે પાછા નથી વળવું રે, મારે સર્વોપરિને મળવું...ટેક.
સાકાર છે એક મૂર્તિ રૂપાળી રે, તેની જ સાથે છે હળવું રે..મારે૦ ૧
હિંમત રાખી કરવો છે દાખડો રે, અન્યેચ્છાદળને દળવું રે..મારે૦ ૨
મુકીને મનનું સર્વે ગમતું રે, એની ઇચ્છામાં જ ભળવું રે..મારે૦ ૩
નાશવંત છે આ સુખો માયાના રે, એના સારુ નથી બળવું રે..મારે૦ ૪
લઇને સાઇદી મોટા સંતોની રે, મૂરતિથી નથી ચળવું રે..મારે૦ ૫
જ્ઞાનજીવનના હૈયે છે હિમ્મત રે, હરિકૃપાનું છે ફળવું રે..મારે૦ ૬

મૂળ પદ

મળવું મળવું મળવું રે, મારે સર્વાપરિને મળવું

મળતા રાગ

આપજો આપજો આપજો રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી