૧૧૪ ૧/૪ રાગ ધોળ.
મહા અધમ ઓધાર્યારે એ રાગ છે.
અયોધ્યા થકી ચાલ્યા રે, ધરમ કુળ મુકુટ મણી,
જવા મહાવન માંહી રે, હૈયે જેને હામ ઘણી. ૧
નદી સરજુને ચોંપે રે, ઉતરીયા છે આપે હરિ,
કાળો પહાડ ઉલંધ્યો રે, આવ્યો આગે શ્વેતગિરિ. ર
મહાવિકટ ભુમીકારે, કેવી તેહ કરડી દીસે,
મોટા પહાડ ઝુકયા છે રે, ભયંકર તે અતિશે. ૩
મોટાં છે બહુ વૃક્ષો રે, તેની ઘણી ઝાડી ઘાંટી,
જેને જોતાં બીજાની રે, તરત જાય છાતી ફાટી. ૪
તેમાં જાય છે ચાલ્યા રે, વરણી નીલકંઠ હરિ,
અનિમેષ છે દ્રષ્ટિ રે, જણાય તે સ્થિર ખરી. પ
નાડી સરવે ઉઘાડી રે, ભાસે તન માંય અતિ,
ત્યાગ વૈરાગ વાલો રે, નથી તને લોહી રતી. ૬
બ્રહ્મ સ્થિતિ હંમેશા રે, કરે જપમાળ ગ્રહી,
જીર્ણ વલ્કલનેરે, ખંભે મૃગછાલ સહી. ૭
કંઠે બટવો બીરાજે રે સુંદર શાળગ્રામ તણો,
જગદીશ કહે શોભે રે, શિષે જટા જુટ ઘણો. ૮