આકરી વાટું છે આગે રે, તેથી વાલા બહુ બીક લાગે૨/૨

 ૧૬૨ ૨/૨

આકરી વાટું છે આગે રે, તેથી વાલા બહુ બીક લાગે.          ટેક
જમના દુતો મારીને જોડે, જમપુરમાં લઇ જાય
મુદગળ મારે પ્રાણી પોકારે, કરાલે બહુ ત્રાહ્ય ત્રાહ્ય રે.         તેથી. ૧
ધરતી ધગેલીમાં પગ અણવાણે, ચલવે પરાણે દુત,
વૈતરણીમાં ડબકાં ખવારી ને કષ્ટ આપે છે કપુત રે.          તેથી. ર
થંભ ધગાવી લાલ બનાવી, બાથ ભરાવે બહુ વાર
કષ્ટને પામી કંપી અતિશે પાપી, પાડે છે પોકાર રે.            તેથી. ૩
પીલે લોઢાનાં ચીચોડામાં ને, નાંખે છે નરક મોઝાર
જગદીશાનંદ કે એ દુઃખથી મારી, રક્ષા કરો કીરતાર રે.     તેથી. ૪ 
 

મૂળ પદ

વિનય કરૂ છું કર જોડી રે ચિત્તને તવ પદ ચોડી

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી