આનંદમાં રહે મન તું સહજાનંદમાં હિમ્મત ન હાર કર હરિમાં પ્યાર ૧/૧

 આનંદમાં રહે મન તું સહજાનંદમાં. ટેક.
હિમ્મત ન હાર કર હરિમાં પ્યાર, 
નજર કરી જો સાધુ નંદમાં.. આનંદમાં૦ ૧
ભીંસી ભર બાથ શ્રીજી તુજ સાથ, 
પ્રીતિના કરીશ રીતિ મંદમાં.. આનંદમાં૦ ૨
દુન્યવી જે દુઃખો માનિલે તે સુખો, 
આનંદ રહ્યો છે સુખકંદમાં.. આનંદમા૦ ૩
જ્ઞાનજીવન તારું હરિ છે જીવન, 
પડીશના બીજા કોઇ ફંદમાં.. આનંદમાં૦ ૪

મૂળ પદ

આનંદમાં રહે મન તું સહજાનંદમાં

મળતા રાગ

પિયા મેરા પ્યારા મોહન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી