હર્ષ છે અતિ હરામ ખોલ રે તેને વિષે લખું છું બે બોલ રે હર્ષ નડે છે ભજનમાં અતિ રે ૧/૧

હર્ષ છે અતિ હરામ ખોલ રે, તેને વિષે લખું છું બે બોલ રે,
હર્ષ નડે છે ભજનમાં અતિ રે, મૂર્તિમાંથી નસાડે છે મતિ રે..૧
હર્ષ પાપનું ઘર છે મોટુ રે, મનને દોડાવે દશે દિશે ખોટુ રે,
હર્ષ દુર્ભાગ્ય છે વિકરાળ રે, હરિ ભુલાવી દે છે તત્કાળ રે..૨
હર્ષ વાસના છે મૂર્તિમાન રે, તીંયા કયાંથી રહે ભગવાન રે,
હર્ષ સારી વૃત્તિને ચૂકાડે રે, નક્કી આડે માર્ગે જ ઉપાડે રે..૩
હર્ષ અહંકર્તામાંથી થાય રે, સર્વકર્તા હરિને ભૂલી જાય રે,
હર્ષ પીડે છે જીવને અપાર રે, જ્ઞાનજીવન કરજે વિચાર રે..૪

મૂળ પદ

હર્ષ છે અતિ હરામ ખોલ રે

મળતા રાગ

સંત બોલે તે ભેળો હું બોલુ રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી