અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર, ૧/૪

 રાગ માઢ.

૨૧૩ ૧/૪ પ્રીતીના પંથનો ગ્રંથ ગુથેલો એ રાગ છે.
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,
દેવ દયા નિધીને નિત ભજતાં પામું હું ભવ જલ પાર.            અંતર. ૧
નેણ મહાસુખ દેણ તમારાં એણ તણે અનુસાર.
વાણી તો જાણી મહા ગુણ ખાણી, લોભાણી વૃતિ એહ ઠાર.      અંતર. ર
પ્રીત અમિત ખચિવ કરી છે, શ્રી હરિ સંગ આવાર,
શામ મહા સુખ ધામ સંભારૂં, નિત્ય પ્રત્યે કરીપ્યાર.                અંતર. ૩
શેષ સુરેશ મહેશ જપે નિત્ય, અક્ષર ધામ આધાર,
શીષ પ્રેમે જગદીશ અહોનિશ પદરજને ઘરનાર.                   અંતર. ૪
 

મૂળ પદ

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી