દીસે સોરઠમાં શહેર સોયામણું માણાવદર મહા રળીયામણું રે. ૧/૧

૨૫૭ ૧/૧ ગરબી

કોડે કોડે એકાદશી એ રાગ

દીસે સોરઠમાં શહેર સોયામણું માણાવદર મહા રળીયામણું રે. દીશે. ૧

જેની શેરીઓમાં શ્રીહરિ સંચર્યા રે બહુનામી બજારે બહુ ફર્યા રે. દીશે. ર

ઘરો ઘર જમ્યા હશે થાળને રે એવું વાલું છે દીન દયાળને રે. દીશે. ૩

હરિ ભકતોનો હરખ અતિ ઘણો રે ભાવે પ્રેમી પુરે પુરા ગણો રે. દીશે. ૪

રૂડા ભટ મયારામ જ્યાં વસે રે ભલા ભકત પરવત ભાઇ દીસે રે. દીશે. પ

સત્સંગીમાં એવો શિરોમણી રે જેની ખ્યાતી સત્સંગમાં અતિ ઘણી રે. દીશે. ૬

જેના રાજા કમાલદીન ખાન છે રે જેનું પ્રગટ પ્રભુમાં બહુ તાન છે રે. દીશે. ૭

જગદીશ કહે આવી લહેર માં રે તેણે મંદિર કરાવ્યું નિજ શહેરમાં. દીશે. ૮

મૂળ પદ

દીસે સોરઠમાં શહેર સોયામણું માણાવદર મહા રળીયામણું રે.

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી