કુંડળમાં નાથ, આવ્યા સંત સાથ રાયબાને ધામ વાલો સહજાનંદ શ્યામ ૧/૧

 કુંડળમાં નાથ, આવ્યા સંત સાથ, 
રાયબાને ધામ વાલો સહજાનંદ શ્યામ;
તરત જ વાત થઇ છે પ્રખ્યાત, 
ગોકુળીયું ગામ આવ્યું દર્શને તમામ... ટેક.
કહે રાયબાઇ, અહો હરિરાય, 
દુબળુ શરીર દીસે તમારું ઘનશ્યામ;
રહી મારે ધામ, ખૂબ જમો શ્યામ, 
કઢીએલ દૂધ પાશું નાખીને બદામ... કુંડળમાં૦ ૧
રાયબાની વાત, સુણી સાક્ષાત, 
કુંડળમાં ખૂબ રહ્યાં તજી બધા કામ;
રાયબાની ઘેર, રહી રૂડી પેર, 
જમે દૂધની તર નાંખી મસાલા તમામ... કુંડળમાં૦ ૨
ઉતાવળીને તીર, સુણી નિર્મળ નીર, 
સદા નાવા જાય લઇ સંતોને તમામ;
કહે હરિરાય, અહીં કોઇ નાય, 
પાપ બધા બળે અંતે પામે અક્ષરધામ... કુંડળમાં૦ ૩
જળક્રીડા કરી, સંત સહિત હરિ, 
પીપળીયો ધરો એવું રૂડું એનું નામ, 
રૂડું કુંડળગામ, એ તો જાત્રાનું ધામ;
જ્ઞાનજીવન કહે મહાપ્રસાદીનું ધામ... કુંડળમાં૦ ૪

મૂળ પદ

કુંડળમાં નાથ, આવ્યા સંત સાથ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૧
Studio
Audio
0
0