૨૬૨ ૨/૨
રાગ ઉતરપ્રમાણે
અનુપમ ગામ છે શુભ આખુ રે
જીયાં હરિ યે લીલા કરી લાખું રે. અનુપમ. ટેક
દેવ નારણનો જ્યાં નિવાસ રે મુક્ત અક્ષરના એ છે ખાસ રે
જેને ઘેર વસ્યા અવીનાશ. અનુપમ. ૧
મહા મુક્ત મોટી લાડુ બાઇ રે જેના પુત્રની પત્ની ગણાઇ રે
છે સમાધીમાં સ્વતંત્રતાઇ. અનુપમ. ર
બાળ જોબન વૃદ્ધ જણાય રે સમાધી નીષ્ટ સર્વે ગણાય રે
ભારે મુક્ત અક્ષર ના ભણાય. અનુપમ. ૩
નાના બાળકને નહિ વ્યાધી રે જોગ સાધના જેણે ન સાધી રે
થાય ધાવતા સહેજે સમાધી અનુપમ. ૪
દુધ સાકરડી તણું પીધું રે જે જે જન મન વાંચ્છીત કીધું રે
એમ બહુ દવેને સુખ દીધું. અનુપમ. પ
જીયાં મહારાજે મલ્લ રમાડયા રે કરી કસરત ખુબ ભમાડયા રે
એથી સહુને આનંદ પમાડયા. અનુપમ. ૬
નદી જ્યાં છે ઓઝત સુખકારી રે જેમાં ખુબ નાહ્યાં અવતારી રે
માટે એ છે પ્રસાદીની ભારી. અનુપમ. ૭
શ્રીજી શેરી બજારે ફર્યા છે રે ધરો ઘેર પ્રભુ વિચર્યા છે રે
એમ જનને પ્રસન્ન કર્યા છે. અનુપમ. ૮
પીરસતાં સંત પંકતીમાં શામ રે દેવ નારાયણને કહે આમ રે
શાથી આખું આ ગામનું નામ. અનુપમ. ૯
કહે દીહીંનું ફુટયું અહીં ઠામ રે દહીં આખુ રહેલું તમામ રે
તેથી આખુ આ ગામનું નામ. અનુપમ. ૧૦
સુણી રીજી કહે સત્ય દાખું રે દેવનું નામ દુનીયામાં રાખુરે
જમો આજ સંતો દહીં આખું. અનુપમ. ૧૧
એમ કહીને જમાડયા ખુબ રે કર્યા દહીં દુધમાં ડુબા ડુબ રે
એની આગળે તુચ્છ મેસુબ. અનુપમ. ૧ર
ગોર અંબારામ જે ગણાય રે મેતા ઇંદરજી વખાણાય રે
તેને પણ આપ્યાં સુખ ઘણાંય. અનુપમ. ૧૩
એવી લીલા અનેક જ્યાં કીધી રે આપ્યાં સુખ મહા સુખ નીધી રે
તેથી થઇ છે આખાની પ્રસિદ્ધી. અનુપમ. ૧૪
દેવ દેવજી પરમાણંદ રે એને આવીયો ખુબ આનંદરે
કહે સત્ય જગદીશાનંદ. અનુપમ. ૧પ