કહું કુંડળની કથાય, હરિ રાજી થયા રાજી એ તો મામૈયાને માથ ૧/૧


કહું કુંડળની કથાય, હરિ રાજી થયા રાજી, 
એ તો મામૈયાને માથ, 
નદી ઉતાવળીને તીર, હરિ નાવા ગ્યા'તા નાવા, 
લઇ મામૈયાને સાથ...ટેક.
કુંડળ ગામની ઉત્તર દિશે મોટો ધરો ત્યાંય, 
તેની પાસે ઉંચી ભેખડ ચડ્યા હરિરાય...			કહું૦ ૧
પ્રેમ પરીક્ષા લેવા માટે બોલ્યાં મોહનરાય, 
અહિંથી મામૈયા જળમાં તુંથી પડાય કે ન પડાય ...	કહું૦ ૨
કહે મામૈયો સુણો હરિ બહુ ઉંડુ પાણી આંય, 
મુંથી તો નહિ પડાય પ્રભુ કોઇ પડે તો મરી જાય...	કહું૦ ૩
શ્રીહરિ કહે મારે અહિંથી પડવું પાણી માંય, 
શરીર વિનાશી છોડી હું તો જઇશ અક્ષરમાંય...	કહું૦ ૪
એમ કહીને જળમાં પડવા દોડ્યા દીનાનાથ, 
મામૈયે ત્યાં દોઢ કાઢી ભરી લીધી વાલાને બાથ...	કહું૦ ૫
જોર કરી હરિ જો પડે તો પડે મામૈયો સાથ, 
એવો એનો પ્રેમ જોઇ વાલો રીઝ્યાં કૃપાનાથ...	કહું૦ ૬
માગ મામૈયા ! માગ મામૈયા ! કહે હરિ ગાથ, 
કહે મામૈયો કૃપા કરી હરિ ઝાલજો અંતે હાથ...		કહું૦ ૭
જ્ઞાનજીવનના સ્વામી કે' મને પકડી રાખ્યો જેમ, 
મામૈયા તને અંતકાળે હું પકડી રાખીશ તેમ...		કહું૦ ૮

 

મૂળ પદ

કહું કુંડળની કથાય, હરિ રાજી થયા રાજી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી