ઓ સૈયરો, મહાપ્રસાદીનું ધામ એ તો કુંડળ ગામ ૧/૧

ઓ સૈયરો, મહાપ્રસાદીનું ધામ, એ તો કુંડળ ગામ;
ચાલો જાત્રા કરવા જઇએ, ચાલો કુંડળ દર્શન કરીએ... ટેક.
રાયબાને ધામ, બહુ વાસ વસી ઘનશ્યામ, 
ઓ સૈયરો, લીલા કરી બહુ ત્યાંય, 
એ તો કહેતા ન કહેવાય... ચાલો૦ ૧
અમરો પટગર નામ, એને ઘેર સભા ભરી શ્યામ, 
ઓ સૈયરો, સારંગપુરથી શ્યામ, 
બોલ્યા વચનામૃત તે ઠામ... ચાલો૦ ૨
રાજી થઇ સ્વયમેવ, સ્થાપ્યા કુંડલેશ્વર મહાદેવ, 
ઓ સૈયરો, યાત્રા કરતા ત્યાંય, 
રામેશ્વરનું ફળ થાય... ચાલો૦ ૩
ઉતાવળીમાં નાહ્યાં, સંત સાથે જગરાયા, 
ઓ સૈયરો, મહિમા જાણી ત્યાં ન્હાય, 
એના સર્વે પાતક જાય... ચાલો૦ ૪
રાજી થઇ બહુ પેર, વાલો ગયા છે ઘેરોઘેર, 
ઓ સૈયરો, વૈકુંઠધામ વિલાસ, 
જાણો કુંડળ છે કૈલાસ... ચાલો૦ ૫
ઉતાવળીને તીર, જોગ સાધ્યો છે નરવીર, 
ઓ સૈયરો, સાધુ કને સધાવ્યો, 
પારો રૂદ્રાક્ષનો તજાવ્યો... ચાલો૦ ૬
રાયબા વાલાને વઢ્યા, તેથી ઉતારી હરિ જટા, 
ઓ સૈયરો, દાઢી ને મૂછ પડાવી, 
એ તો કુંડળ ગામે આવી... ચાલો૦ ૭
કુંડળ ગામને પાદર, વાલે સંતોને આપ્યો આદર, 
ઓ સૈયરો, હરિએ કર્યા દંડવત્, 
એ તો સંતોને તરત... ચાલો૦ ૮
સંત જમતાં નહિ પકવાન, ત્યાં જમાડ્યાં ભગવાન, 
ઓ સૈયરો, નિમ રસકસનાં તજાવી, 
રૂડી રસોયું ચલાવી.... ચાલો૦ ૯
કુંડળ ગામ મોજાર, આવ્યા રામાનંદ બહુવાર, 
ઓ સૈયરો, જુનું તીરથનું ધામ, 
એ તો કુંડળ ગામ... ચાલો૦ ૧૦
જ્ઞાનજીવનનાં સ્વામી, બોલ્યા સહજાનંદ બહુનામી, 
ઓ સૈયરો, કુંડળ યાત્રા કરશે, 
એનાં બધા મનોરથ ફળશે... ચાલો૦ ૧૧

મૂળ પદ

ઓ સૈયરો, મહાપ્રસાદીનું ધામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૧
Studio
Audio
0
0