ધોલેરા પધારોને પ્રાણ પ્રીતમ પ્યારા વેલેરા આવી મારો થાળ જમો પ્યારા ૧/૧

ધોલેરા પધારોને પ્રાણ પ્રીતમ પ્યારા,
વેલેરા આવી મારો થાળ જમો પ્યારા,
સ્વપ્નામાં કહ્યું તમે, તેથી કર્યો થાળ અમે,
સખા સંગે આવી તમે, જમો થાળ પ્યારા રે...ધોલેરા૦ ટેક.
સવારે ઉઠી બેને સૌને વાત કીધી,
પુંજાભાઇએ તો સર્વે વસ્તુ લાવી દીધી,
અજુબા ને ફૂલીબાએ, થાળ કર્યો અતિ ભાવે,
માખણ કેરા ભજીયા વડા, પુડલા કર્યા ખારા રે...ધોલેરા૦ ૧
રૂપાળા રોટલા તો બાજરાના કર્યા,
પાડીને કાંણા માંહી ઘણા ઘીએ ભર્યા,
વાલા અતિ વેગે આવો, સખા સંતો સાથે લાવો,
આજ અમને આપો લાવો, સહજાનંદ પ્યારા રે...ધોલેરા૦ ૨
સખાઓ ગળ્યું જમી કંટાળ્યા છે એથી,
તીખો તમતમો અમે થાળ કર્યો તેથી,
પ્રેમી જનનો ભાવ જાણી, સાંજે આવ્યા સારંગપાણી,
આગે ધર્યો થાળ આણી, જમ્યા જમનારા રે...ધોલેરા૦ ૩
પ્રદેશભાલ ધર્મલાલ વ્હાલો જાણે,
આપે છે આવી બહુ સુખ ટાંણે ટાંણે,
ઘોલેરાના પ્રેમી ભકતો, હતા એતો અક્ષર મુક્તો,
જ્ઞાનજીવન અક્ષરપતિ, ભાવો પુરનારા રે...ધોલેરા૦ ૪

મૂળ પદ

ધોલેરા પધારોને પ્રાણ પ્રીતમ પ્યારા

મળતા રાગ

ઉતારો આરતી શ્રી કૃષ્ણ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી