આ તો ઓપે છે અદભુત, બંને આંબલીયું રૂપાળીયું રે, ૧/૧

 ૩૧૧ ૧/૧ તુને સાંભણ આપુ શોખ એ રાગ

આ તો ઓપે છે અદભુત, બંને આંબલીયું રૂપાળીયું રે,
મનહર મહા મજબુત, બીજે કયાંઇ નથી એવી ભાળીયું રે.              ૧
બંને આંબલીયોની ડાળ, સંતે બાંધ્યો હિંડોળો હેતથીરે,
તેમાં ઝુલ્યા છે દીન દયાળ, પોતે શ્રી હરિ સ્નેહ સમેતથી રે.            ર
કરી દર્શન હરિજન સંત, અતિ અંતરે આનંદ પામીયાં રે,
શીવ બ્રહ્મા છે દેવ અનંત, તેણે આવીને મસ્ત નામીયા રે.                ૩
ચારે વેદ ત્યાં મુરતીમાન, આવી કર્યુ ચારે વેદગાનને રે,
રાખી શ્રી હરિમાં એકતાન, તેણે રાજી કર્યા ભગવાનને રે.                ૪
સુર સર્વ અને વેદ ચાર, ગયા સ્વર્ગ હરિ અંતરે ધરી રે,
કહે જગદીશાનંદ અપાર એવી લીલા ત્યાં શ્રી હરિયે કરી રે.             પ
 

મૂળ પદ

આ તો ઓપે છે અદભુત, બંને આંબલીયું રૂપાળીયું રે,

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી