ધોલેરાથી આવો પધારો, મદનમોહન મહારાજ રે ૧/૧

ધોલેરાથી આવો પધારો, મદનમોહન મહારાજ રે;
તમે અમારા અમે તમારા, મહેર કરો મહારાજ રે...ટેક.
દુઃખની વેળાએ સદાય આવ્યા, ટાળ્યા અમારા દુઃખ રે;
આજ અમોથી રીસાઇ ન જાશો, થશો ના નાથ નારાજ રે.
...ધોલેરાથી૦ ૧
અમે તમારા થઇને જીવ્યા, સુખ દુઃખ સર્વે વેઠી રે;
અમને ના તરછોડશો પ્યારા, પ્રેમે પધારો તમે આજ રે.
...ધોલેરાથી૦ ૨
ધોલેરાવાસી સુખના રાશી, પરચા પૂર્યા અપાર રે;
આજ અમોને પાળો પ્રીતમ, કરશો નહિં નારાજ રે.
...ધોલેરાથી૦ ૩
અક્ષરપતિ અલબેલા શ્રીજી, ધોલેરે બિરાજયા રે;
જ્ઞાનજીવન જે તમને સેવે, તેના કરો છો કાજ રે.
...ધોલેરાથી૦ ૪

મૂળ પદ

ધોલેરાથી આવો પધારો, મદનમોહન મહારાજ રે

મળતા રાગ

અમી ભરેલી નજરુ રાખો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી