અહો દરિયા કિનારે દેશ ભાલમાં મદનમોહનજીના રૂપે બેઠા વાલમાં ૧/૧

 અહો દરિયા કિનારે દેશ ભાલમાં, 

મદનમોહનજીના રૂપે બેઠા વાલમાં;
અન્ય ધામોને જાણજો તિલક તાલમાં 
ધામ ધોલેરા ચંદ્રક શ્રીજી ભાલમાં...                 ટેક.
અન્ય ધામોને જાણજો મુખ શ્યામનું, 
ધામ ધોલેરા ખંજન હરિ ગાલમાં...                  મદન૦ ૧
જેમ વાલોજી વસ્યા છે વડતાલમાં, 
વાસ ધોલેરાનો જાણજો ધર્મલાલમાં...             મદન૦ ૨
બીજા ધામો તો બંધાવ્યા ભકત ભાવથી, 
નિજ ભાવથી બાંધ્યુ છે ધામ ભાલમાં.              મદન૦ ૩
ધામ ધોલેરાના દેવોને જે સેવશે, 
જ્ઞાનજીવન કહે રાજી થાશે વ્હાલમાં...              મદન૦ ૪

મૂળ પદ

અક્ષર પર હરિ શ્રીજી મહારાજ

મળતા રાગ

વડતાલમાં બિરાજયા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી