જુગ જુગ પ્રકટ હોત જનતારન૨/૪

પદ ર/૪ ૧૧૦
 
જુગ જુગ પ્રકટ હોત જનતારન, પરમ પુરુષ અવિનાશી હો;
કરત ચરિત્ર વિશ્વ સુખદાયક નરતનુ ધરી સુખરાશી હો.  ટેક.
કૃષ્ણ સ્વરૂપ ધર્યો કરુણાનિધિ, અવની ભાર ઉતાર્યો હો;
હને અસુર સો વેર લેન હિત, અબ અવનિ તનુ ધાર્યો હો.  જુગ. ૧
તિરોભાવ ભયે જાની જદુવર, અસુરન બળ બહુ કીનો હો;
અસુર અધર્મ કલી સબહિ મિલકે, સંતકું બહુ દુઃખ દીનો હો.  જુગ. ર
ફિરત હે વ્યાકુળ ધર્મભક્તિ દોઉ, અસુરકો ભય હે અપાર હો;
મુક્તાનંદ ભુવિ ત્રાહિ પુકારત, સહિ ન શકત અઘભાર હો.  જુગ. ૩ 

મૂળ પદ

વંદુ શ્રી પુરુષોત્તમ પ્રકટ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી