પોતે પ્રગટ થયા પુરુષોત્તમ૧/૨

પદ ૧/૨ ૧૩૭

રાગ : વધાઇ

પોતે પ્રગટ થયા પુરુષોત્તમ ધર્મભુવન સુખદાઇ હો ;

ઇંદ્રાદિક સર્વે સુર આવ્યા વાજે અધિક વધાઇ. ટેક.

નરનારી મન હરખ ન માયે, જય જય વાણિ બોલે હો;

જગજીવનનું મુખડું રે જોઇને, મતવાલા થઇ ડોલે રે. પોતે. ૧

ગાંધર્વ ગીત મનોહર ગાવે, નર્ત કરે સુર નારી હો;

સુર વિમાને રે અંબર છાયો, થાય કતોહલ ભારી હો. પોતે. ર

ફૂલઝડી અંબરથી લાગી, સર્વે તે થયા હુલાસી હો;

મુક્તાનંદના નાથ મનોહર, પ્રગટ થયા અવિનાશી હો. પોતે. ૩

મૂળ પદ

પોતે પ્રગટ થયા પુરુષોત્તમ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જેમીશ વિઠ્ઠાણી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


મનોહર મૂર્તિ
Live
Audio
0
0