પ્રગટ્યા છે પ્યારો, ધર્મ દુલારો હરિ અમારો, ધામ છપૈયે ૧/૧

પ્રગટ્યા છે પ્યારો, ધર્મ દુલારો, હરિ અમારો, ધામ છપૈયે,
સહુથી ન્યારો, સુખ દેનારો, દુઃખ લેનારો, ધામ છપૈયે,
સહુ અવતારો, એ ધરનારો, સર્વાધારો, ધામ છપૈયે,
જ્ઞાનનો પ્યારો, પ્રાણ અમારો, પ્રેમ દેનારો, ધામ છપૈયે..૧
શ્રી અવતારી, કલ્યાણકારી, દયા દિલ ધારી, ધામ છપૈયે,
પૂર્ણ પુરુષોત્તમ, મહાસુખકારી, મુર્તિ ધારી, ધામ છપૈયે,
પ્રગટ્યા છે વાલો, ભકિતનો લાલો, દર્શને હાલો, ધામ છપૈયે,
જ્ઞાનનો વાલો, અતિ રૂપાળો, હરિ હેતાળો, ધામ છપૈયે..૨
જુઓ રે જુઓ, નાચે છે દેવો, આનંદ કેવો, ધર્મને ધામ,
લાભ ન ખુઓ, અવસર આવો, લઇ લો લ્હાવો, ધર્મને ધામ,
લાજ હટાવો, હેતથી ગાવો, આનંદ મનાઓ, ધર્મને ધામ,
જ્ઞાન'કે આવો, રાસ રચાવો, સુખિયા થાઓ, ધર્મને ધામ..૩
છપૈયે શ્રીજી, પ્રગટ્યા છે રીજી, આનંદ ઇજી, હાલો હાલો,
સત્સંગે થીજી, મુકો વાત બીજી, કહોને રીજી, હાલો હાલો,
સમય છે હજી, ભાવે લ્યો ભજી, મોહને તજી, હાલો હાલો,
ફુઆ ને ફઇજી, ભાભી ને ભાઇજી, બાપ ને બાઇજી, હાલો હાલો..૪

મૂળ પદ

પ્રગટ્યા છે પ્યારો, ધર્મ દુલારો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી