અનિહાંરે રંગ હિંડોરે પિય પ્યારી ઝૂલત જુગલ કિશોરી;૨/૪

 પદ ર/૪ ૧૬૪

અનિહાંરે રંગ હિંડોરે પિય પ્યારી ઝૂલત જુગલ કિશોરી;
અનિહાંરે કુંજ ભવનમેં સુખકારી, રચ્યોહિ હિંડોરો સબહિ વ્રજનારી.       ટેક.
વ્રજનારી રચ્યો હે હિંડોરના, શોભા બરની ન જાત હે;
કવિ કરત કહાં લગ બુદ્ધિબળ, તેહિ કેત શેષ લજાત હે. અનિહાં.         
પટલિ પિરોજા લાલ લટકત, ઝુમખા બહુ રંગરી;
ઘનશ્યામ પિય પ્યારીકું નિરખત, લજત કોટિ અનંગરી. અનિહાં.        
એહિ ભાંતિ રંગ હિંડોરે ઝૂલત, રસિક જુગલ કિશોરરી;
કહે દાસ મુક્તાનંદ અવિચળ, રહો સદાય યહ જોરરી. અનિહાં.           

મૂળ પદ

અનિહાંરે રંગ હિંડોરે વિહારી, ઝૂલત રસિક શ્યામ ગિરિધારી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી