જાણુ માણુ તારું સુખ ન્યારુ ન્યારુ ભેટું ચૂમું તારૂ રૂપ, પ્યારૂ પ્યારૂ ૧/૨

જાણું માણું તારું સુખ ન્યારુ ન્યારુ; ભેટું ચૂમું તારૂ રૂપ, પ્યારૂ પ્યારૂ, 
હવે જગતના સુખ હું ના જાણું ના માણું...
તમે સર્વેના કારણ સહુથી ન્યારા, તમે સર્વની અંદર સહુથી બારા, 
મેલી કારણને કાર્ય હું ના જાણું ના માણુ... ટેક
તમે અખંડ મૂર્તિ રૂપાળી, અતિ હેતાળી સુખાળી દયાળી;
મેલી સદા તારું સુખ, હવે ભોગવું ના દુઃખ;
તારી મૂર્તિ વિના હવે ના જાણું ના માણું... જાણું૦ ૧
તમે અખંડ છો રહેનારા, બીજા આકારો નાશ થનારા;
એવા જગના આકાર, એમાં કોણ કરે પ્યાર;
હવે તમને મુકી બીજુ ના જાણું ના માણું... જાણું૦ ૨
જ્ઞાનજીવન હું દાસી તમારી, તમે લીધી છે પ્રેમે સ્વીકારી;
તમે ઝાલ્યો મારો હાથ, સદા રહ્યા મારી સાથ;
હવે બીજાનો સાથ હું ના જાણું ના માણું... જાણું૦ ૩ 

મૂળ પદ

જાણું માણું તારું સુખ ન્યારુ ન્યારુ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0