શ્રીજી સમરી ચિત્તમાં, વંદી વારમવાર લખુ શત દોહાવલિ, કર્તા તમે આધાર ૧/૧૦

શ્રીજી સમરી ચિત્તમાં, વંદી વારમવાર;
લખુ શત દોહાવલિ, કર્તા તમે આધાર..૧
રાજી કરવા શ્રીજીને, હિંમત રાખો હંમેશ;
ચોક્કસ રાજી થાશે હરિ, પાછા પડો નહિ લેશ...૨
પળ પળ સ્મૃતિ શ્યામની, રાખો થઇ સાવધાન;
સ્મૃતિથી પ્રીતિ પ્રીતિથી સ્મૃતિ, થતા મળે ભગવાન..૩
પહેલા સંભારવા પડે, પછી તો આપો આપ;
મંડવું સાચુ સુખ જાણી, સહજાનંદ પ્રતાપ..૪
હાલતા ચાલતા ખાતાપીતા, સમરો મારો શ્યામ;
કોઇ ક્રિયામાં ભૂલો નહિ, છોગાળો ઘનશ્યામ..૫
મળવું છે મહારાજને, એક જ હોય જો તાન;
તાન તમારું જોઇને, મદદ કરે ભગવાન..૬
ઇચ્છા બીજી રાખોમાં, ઉંડેથી કરો ત્યાગ;
ઇચ્છા એક મહારાજની, સાચો કરો અનુરાગ..૭
કરો નક્કી આજથી, માયા કે ભગવાન;
શું જોઇએ છે આપને, સાચુ કરો નિદાન..૮
જોઇતા હોય જો સહજાનંદ, તો છોડો બીજા સુખ;
બંને વાના નહિ બને, સન્મુખ ને વિમુખ..૯
રહે મન મહારાજમાં, કાં રહે માયા માંય;
બંને માયે જ્ઞાનજીવન, કેમ કરી રહેવાય ?..૧૦

મૂળ પદ

શ્રીજી સમરી ચિત્તમાં, વંદી વારમવા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી