ગણપતિના ગાઇએ રે, પ્રેમે ગુણ ગણપતિના ગાઇએ૨/૪

પદ ર/૪ ૨૧૩
 
ગણપતિના ગાઇએ રે, પ્રેમે ગુણ ગણપતિના ગાઇએ. ટેક.
ગૌરીનંદન વિઘ્ન નિકંદન, પૂજી સુખી થાઇએ.  પ્રેમે ૧
સિંદુર ચચિંત સુંદર વપુ, નિરખીને લોભાઇએ.  પ્રેમે ર
કૃષ્ણ ભક્તિ દાતા શંભુ સુત, નિશદિન ઉર ધારિએ.  પ્રેમે ૩
મુક્ત કહે એમ ગણપતિ ભજતા, ભવજળ તરી જાએ.  પ્રેમે ૪ 

મૂળ પદ

ગણપતિ સુખકારી, ગજાનન ગણપતિ સુખકારી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી