વ્હાલુ રાખો માનને, કાં રાખો ભગવાન બંને વાના નવ મળે, એક મળે નિદાન ૨/૧૦

વ્હાલુ રાખો માનને, કાં રાખો ભગવાન;
બંને વાના નવ મળે, એક મળે નિદાન..૧
કીર્તિ ચાહો પ્રેમથી, કે મૂર્તિ રાખો મન;
કીર્તિ મુર્તિ બંનેમાં, નિષ્ફળ થશે જીવન..૨
રાખી સ્મૃતિ મૂર્તિની, આગળ વધો દિ'રાત;
સહજાનંદજી શ્રીહરિ, આવી મળે સાક્ષાત..૩
મળ્યા છે જેને શ્રી હરિ, એવા જે હરિજન;
રીજવો તેને પ્રેમથી, તો જલ્દી મળે જીવન..૪
આજ્ઞા એવા સંતની, લોપો નહિ લગાર;
તો તો તમારે ઉપરે, પ્રભુને થાશે પ્યાર..૫
સેવા એવા સંતની, કરજો સ્નેહે સદાય;
પક્ષ એનો રાખતા, રાજીપો મળી જાય..૬
સંત દ્વારે શ્રી હરિ, મળવા છે સહેલ;
આપ મેળે તો મથતા, પડશે ઘણંુ મુશ્કેલ..૭
માની મથે એકલા, લે નહિ સંત શરણ;
મોટા થઇને ફરતા, આવી પહોંચે મરણ..૮
ઇર્ષા મોટા ભકતની, કરશો નહિ કોઇ દન;
ખાલી થાશે આતમા, જાતા રહેશે જીવન..૯
મોટા ભકત સંતનો, આશરો મારે આજ;
જ્ઞાનજીવનની ઉપરે, રાજી થયા મહારાજ..૧૦/૨૦

મૂળ પદ

શ્રીજી સમરી ચિત્તમાં, વંદી વારમવા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી