જય ગજ મુખ સ્વામી, જય ગજ મુખ સ્વામી, ૧/૧

પદ ૧/૧ ૨૧૬
અથ આરતી
 
જય ગજ મુખ સ્વામી, જય ગજ મુખ સ્વામી,ચંદ્ર મૌલી શંભુ સુત, બલવંત બહુનામી. ટેક.
એક દંત અતિ ઉજવલ, શુંઢ સહિત શોભે.દુંદાળો દુઃખ હરતા, નિરખી મન લોભે. જય ૧
ચાર ભુજા અતિ સુંદર, જુગજુગ જયકારી.વ્યાલ વિભૂષણ ફરસિ, જય માલા ધારી. જય ર
ગૌરિસુત ગુણ સાગર, મોદક પ્રિય ભારી.વિઘન રાજ અતિ વંકા, આખુ અસવારી. જય ૩
ધર્મ વંશિ દ્વિજવરને, પુજય અધિક કહાવે.તે માટે મુક્તાનંદ પ્રેમે ગુણ ગાવે. જય ૪ 

મૂળ પદ

જય ગજ મુખ સ્‍વામી, જય ગજ મુખ સ્‍વામી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી