સદા સંભારો શ્રીજીને, ભૂલો નહિ એક પળ સતત સ્મૃતિ રાખવા, કોટી કરો કળવળ ૩/૧૦

સદા સંભારો શ્રીજીને, ભૂલો નહિ એક પળ;
સતત સ્મૃતિ રાખવા, કોટી કરો કળવળ..૧
મૂર્તિ મારા શ્યામની, મોટો સુખ ભંડાર;
મળે છે મારો વાલમો, કરતા સાચો પ્યાર..૨
પ્રેમ ખપે છે પ્રભુને, જોઇએ ન બીજુ કાંય;
બીજી ત્રીજી વાતમાં, શીદ રહો ભરાય..૩
ભુદર ભૂખ્યો ભાવનો, ભાવ સ્વીકારે નાથ;
ભાવ વિનાનો માવને, ગમે નહિ સંગાથ..૪
રાજી એને કેમ કરો વાલો છે પૂરણકામ;
સ્નેહે કૃષ્ણ સેવા કરે, રાધા કરે આરામ..૫
પ્રેમ માંગે પુરો પ્રભુ, સંપૂર્ણ સદા કાળ;
અણુંએ ઓછો ન ગમે, એવો છે દીનદયાળ..૬
બીજે પ્રીતિ રાખતા, રીઝે નહિ મહારાજ;
પૂરી પ્રીતિ જોડતા, રીઝે આજને આજ..૭
શું આપીએ એહને, શું નથી એની પાસ;
સોંપીએ આપોઆપને, ટળે તો માયાપાસ..૮
હું ટળે તો મળે હરિ, ઉલટી પડે જો આપ;
મૂર્તિ માળે વિરમતા, સર્વે જાય સંતાપ..૯
મૂર્તિ રહે એકલી, બીજુ બધુ ઢંકાય;
જ્ઞાનજીવન હું ભૂલતા, બીરાજે હરિરાય..૧૦/૩૦

મૂળ પદ

શ્રીજી સમરી ચિત્તમાં, વંદી વારમવા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી