ધાર્યુ કરજો સંતનું, મનનું કરશો નહિ મન મુંઝારો કરશે, સંત સુધારો સહિ ૪/૧૦

ધાર્યુ કરજો સંતનું, મનનું કરશો નહિ;
મન મુંઝારો કરશે, સંત સુધારો સહિ..૧
મળજો મોટા સંતને, ટાળીને અહંકાર;
બીક મટાડો એહની, કરો કપટ ઉચ્ચાર..૨
કપટી ઉપર સંતની, કૃપા ક'દિ ન હોય;
માટે કહું છું સહુંને, કપટ કરો નહિ કોય..૩
કપટી એવા જનની, રક્ષા ક'દિ ન થાય;
જરૂર માયા મુંઝવે, વિઘન પડાવી જાય..૪
મોટા રહેતા મનમાં, કપટ નહિ કહેવાય;
નાના થાતા સહુમાં, કપટ નહિ રહે ભાઇ..૫
કપટ જાતા મોક્ષનો, સાચો મળશે રાહ;
મળશે સાચા સંતનો, સાચો પ્રેમ પ્રવાહ..૬
મળશે આશિષ દિલની, ટળશે તારા દુઃખ;
માટે એવા સંતથી, રહેશોમાં વિમુખ..૭
કપટી સન્મુખ છે છતાં, જાણો એને વિમુખ;
ભલે રહે તે સંતમાં, ટળે ન માયા દુઃખ..૮
કપટ આડુ છે તેથી, થયો નથી મેળાપ;
મનમાં મેળે મથીમથી, ખાધ્યા કરે છે થાપ..૯
જ્ઞાનજીવન અનુવૃત્તિમાં, સર્વે ટળે વિકાર;
પ્યારા પ્રીતમ પ્રાણનો, થાશે સાક્ષાત્કાર..૧૦/૪૦

મૂળ પદ

શ્રીજી સમરી ચિત્તમાં, વંદી વારમવા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી