પૂજત પરમ દયાળ, વિજયાદશમી પૂજત પરમ દયાળ;૪/૪

પદ ૪/૪ ૨૪૦

પૂજત પરમ દયાળ, વિજયાદશમી પૂજત પરમ દયાળ;

વિપ્ર વેદ ધુનિ કરત મનોહર, ગુણિજન ગાત રસાળ. ટેક.

શમીપૂજન કરી અશ્વ દોડાવત, સબવિધ શોભાધામ;

જદુકુળ તિલક અખિલ જગ ઇશ્વર, શ્રીપતિ પૂરણકામ. વિજયા૧

વિપ્રકું દાન બહુતવિધ દિનો, કરીકેં અતિ સનમાન;

નિજમંદિર આયે મનમોહન, શ્રીઘનશ્યામ સુજાન. વિજયા ર

ચુડવા દુધ જીમાવત સબકું, આપ જીમત સુખકંદ;

મુક્તાનંદકો નાથ જગદગુરુ, વાસુદેવ જગવંદ. વિજયા ૩

મૂળ પદ

ખેલત શ્રીગિરિધારી દશેરા ખેલત શ્રીગિરિધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી