શરીર શરીર શું કરો, શરીર નથી રહેનાર ગમે એટલું સાચવો તોય, જરૂર છે મરનાર ૫/૧૦

શરીર શરીર શું કરો, શરીર નથી રહેનાર;
ગમે એટલું સાચવો તોય, જરૂર છે મરનાર..૧
હૈયે મુર્તિ રાખો સદા, રાખો એજ જતન;
મૂર્તિ સિદ્ધ કરવામાં, ફના કરો તનમન..૨
ભૂલોમાં ભગવાનને, બીજુ ભૂલી જાવ;
સાચુ સુખ છે મૂર્તિમાં, માટે મંડાય જાવ..૩
રાખો શ્રીજી અંતરે, બીજુ કાઢો બહાર;
જગન કરો એ રાતદિ', પામતા નહિ હાર..૪
એકદિ' વ્હાલો રીઝશે, સ્વામી સહજાનંદ;
તેદિ' મૂર્તિ આપશે, મહા મોટો આનંદ..૫
ક્રિયારૂપ થવુ નહિ, રહેવું પ્રેમ સ્વરૂપ;
મૂર્તિ રાખી અંતરે, રહેવું સદા તદ્રૂપ..૬
સાધો સાધો મૂરતિ, કાઢોને દેહભાવ;
આત્મારૂપે થઇને, સતત સંભારો માવ..૭
મૂર્તિ સુખની ખાણ છે, મૂર્તિ આનંદરૂપ;
મૂર્તિ રાખો જીવમાં, થઇને બ્રહ્મસ્વરૂપ..૮
મૂર્તિ મોંઘી ખૂબ છે, ચિંતામણીની તુલ્ય;
એના જેવી બીજી કોઇ, વસ્તુ નથી અમૂલ્ય..૯
મૂર્તિરૂપી માળામાં, કરજો સહુ વિરામ;
જ્ઞાનજીવન એ મૂર્તિમાં, રહ્યાં સુખ તમામ..૧૦/૫૦

મૂળ પદ

શ્રીજી સમરી ચિત્તમાં, વંદી વારમવા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી