પાળો આજ્ઞા સંતની, ફાયદો થશે અપાર રાજી થઇ જે જે કહે, કરજો કરી પ્યાર ૬/૧૦

પાળો આજ્ઞા સંતની, ફાયદો થશે અપાર;
રાજી થઇ જે જે કહે, કરજો કરી પ્યાર..૧
સંત ભેળા શ્રી હરિ, બોલે છે નિદાન;
સંત મુખેથી શ્યામળો, આપે આજ્ઞા દાન..૨
વચને રહેતા દુઃખ પડે, સહન કરો નિરધાર;
સહેતા એવા દુઃખને, રાજી થાય કીરતાર..૩
લોપે આજ્ઞા સંતની, એને દુઃખ અપાર;
માયા તેને પીડશે, નડશે વિષય વિકાર..૪
ઇન્દ્રિયો તો લુચ્ચી છે, તેનું માનશો નય;
સંત કહે તેમ કરજો, જાશો સુખીયા થય..૫
પૂછ્યો પ્રશ્વ્ન શ્રીજીએ, વચન અધિક કે મન;
મન તો મહા નિચું છે, ઉંચંુ સંત વચન..૬
સંત વચનમાં વળગી, રહોને દિવસ-રાત,
રાજી થઇને શ્રી હરિ, મળે પ્રભુ સાક્ષાત..૭
પાળ્યા વચન સંતના, બહુ કરીને પ્યાર;
જીતી ગયા માયાને, સુફળ થયો અવતાર..૮
સાચા સત્પુરુષનો, આશરો કરજો જન;
કલ્યાણ કેરા મારગમાં, પડશે નહિ વિઘન..૯
દાસ થઇને રહેજો સદા, હેતે જ્ઞાનજીવન;
ચિંતા કાંઇ રહેશે નહીં, મળશે મનમોહન..૧૦/૬૦

મૂળ પદ

શ્રીજી સમરી ચિત્તમાં, વંદી વારમવા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી